428: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૨૮ - નવીન વર્ષ == {| |+૪૨૮ - નવીન વર્ષ |- | |કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ |- | |- | ટ...") |
(No difference)
|
Revision as of 23:43, 3 August 2013
૪૨૮ - નવીન વર્ષ
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ | |
ટેક: |
નવીન વરસમાં નવીન સુદાનો હે પ્રભુ, સહુને દેજે રે, |
સહુ ઘર સહુ જન ને સહુ મનમાં વાસ કરી તું રહેજે રે. | |
૧ | જીવન વિણના બચુ જીવોને તું જિવાડી લેજે રે, |
આત્મિક અંધાં સંધાં મનનું તિમિત ટળે તુજ તેજે રે. નવીન. | |
૨ | ગત વરસોમાં ખોટ પડી જે તે તું પૂરી દેજે રે, |
નિજ ભક્તોને નિત્ય અમર જળ પ્રેમે પાતો રહેજે રે. નવીન. | |
૩ | તુજ કૃપાના શુભ સંદેશા નિતનિત નૌતમ દેજે રે, |
સહુ સંતોના સુખ દુ:ખ કાળે પળ પળ પાસે રહેજે રે. નવીન. | |
૪ | સેવક, શોધક, બોધક, લેખક વધતા વધતા દેજે રે, |
આશિષરૂપ સરિતા પેરે સહુ અંતરમાં વ્હેજે રે. નવીન. | |
૫ | આત્મિક વૃષ્ટિ બહુ બહુ જન પર તું વરસાવી દેજે રે, |
દુષ્ટ, હઠીલાં નિર્દય મનને શ્રેષ્ઠ કરી દે સહેજે રે. નવીન. | |
૬ | ગત વરસોનાં કડવાં દુ:ખો જેના મનમાં જે જે રે, |
હે દુ:ખભંજક, તું કરુણાથી દે વિસરાવી તે તે રે. નવીન. | |
૭ | ને સરવે જે શુભતા તુજમાં તે તું સહુમાં ભરજે રે, |
તવ આશિષે આ અવનિને સુંદર, સુખકર કરજે રે. નવીન. | |
૮ | સહુને તુજ અદ્ભુત પરાક્રમ તું દેખાડી દેજે રે, |
નિજ દાસોની નમ્ર વિનંતી હેતથી લક્ષે લેજે રે. નવીન. |