427: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૨૭ - વર્ષની સમાપ્તિ તથા શરૂઆત વિષે == {| |+૪૨૭ - વર્ષની સમાપ્તિ તથા શર...") |
(No difference)
|
Revision as of 23:40, 3 August 2013
૪૨૭ - વર્ષની સમાપ્તિ તથા શરૂઆત વિષે
ચોપાઈ | |
કર્તા: થોમાભાઈ પાથાભાઈ | |
૧ | વર્ષ હવે આ પૂરું થાય, જીવન જોતાં જોતા જાય, |
તે ઉપરથી લઈએ બોધ, વર્ષ નવામાં સતની શોધ; | |
ઈશ્વરનો માનો આભાર, આખું વર્ષ થયો આધાર, | |
વેળા વેળે આપ્યું અન્ન, તૃપ્ત કર્યું છે સહુનું મન. | |
૨ | આત્માને પણ આત્મિક અન્ન, સૌ કરતાં એ અદકું ધન, |
જે કંઈ આફત આવી શિર ખાળીને બહુ આપી ધીર; | |
અગણિત ઈશ્વરના ઉપકાર કીધા તેણે વારંવાર, | |
તે સંભારી તેને કાજ જીવન અર્પો તેને આજ. | |
૩ | વર્ષો વીતી કેવાં જાય, આયુષ્ય સહુનું ઓછું થાય, |
નાનાં મોટાં ઘરડાં થાય, મરણ તણે સહુ કાંઠે જાય; | |
જીવન ધૂમર જેવું જાણ, તાપ પડે કે નહિ એધાણ, | |
સહુનું જીવન જગમાં શેષ, માનો ઈશ્વરનો ઉપસેશ. | |
૪ | વર્ષ નવું જે બેસે કાલ તેમાં ઈશ્વર અમને પાળ, |
ઈસુની જે રુડી ચાલ તેમાં સહુનાં પગલાં વાળ; | |
પહોળો રસ્તો તજવા નિત પાપવિકારો પર દે જીત, | |
જીવનનો જે રસ્તો તંગ નિત્ય નિભાવવા રહેજે સંગ. |