422: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૨૨ - દુષ્ટને ધાક અને શુદ્ધને શાંતિ == {| |+૪૨૨ - દુષ્ટને ધાક અને શુદ્ધ...")
(No difference)

Revision as of 23:22, 3 August 2013

૪૨૨ - દુષ્ટને ધાક અને શુદ્ધને શાંતિ

૪૨૨ - દુષ્ટને ધાક અને શુદ્ધને શાંતિ
હર્ષધ્વજા વૃત્ત
કર્તા: જે. વી. એસ. ટેલર
વીતી બધા વિશ્વનો વેળ ગયો, ને ન્યાય ચુકાવનો કાળ થયો;
બિરાજતા આસને ભૂપ, અહા ! ઊભી બધા દૂતની ફોજ મહા.
રણશિંગ ગાજી ઘણો શોર કરે, મૃત સર્વ સુણે ફરી જીવ ધરે;
તત્કાળ ઊઠે બધા, ઘોર તજી, પ્રત્યક્ષ થશે નવાં અંગ સજી.
રાજા ધરી દંડ તો ન્યાય કરે, લેખે લખ્યું હોય તે હાથ ધરે;
મૂકે ન તે એકે માંડેલ બિના, ચૂકે ન કો નામ ચુકાવ વિના.
સૌ કાર્ય ને શબ્દ બોલેલ બધા, મનમાં કર્યા ગુપ્ત વિચાર કદા;
જે લેખમાં સર્વ માડેલ હશે, તેના થકી ન્યાય ચુકાવ થશે.
ત્રાતા તણા થંભથી ત્રાણ મળે, ઈસુ થકી શુદ્ધને શાંત વળે;
તેથી જશે શુદ્ધનું કામ સરી, પાપી થશે શુદ્ધ વિશ્વાસ કરી.