421: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૨૧ - ખ્રિસ્તનું ન્યાયશાસન == {| |+૪૨૧ - ખ્રિસ્તનું ન્યાયશાસન |- | |(રાગ-પ...") |
(No difference)
|
Revision as of 23:03, 3 August 2013
૪૨૧ - ખ્રિસ્તનું ન્યાયશાસન
(રાગ-પરમ પિતાકી હમ સ્તુતિ ગાએ) | |
કર્તા: જે. એસ. પ્રકાશ | |
૧ | કેવું મધુર પ્રભુ ઈસુનું નામ, જગને બચાવે છે પાપથી તમામ; |
ઈસુએ ઉઠાવ્યો પાપોનો ભાર સ્તંભે સહી થયો સ્વર્ગી દ્વાર. | |
૨ | આકાશી વૈભવમાં તે બિરાજે, મધ્યસ્થી સર્વને કાજ તે કરે; |
જગના અંતે પ્રભુ આવશે રે, સર્વ માનવજાત જોશે ખરે. | |
૩ | આકાશી સેના સહિત તે આવે, સહસ્ર સાલ ઈસુ રાજ ચલાવે; |
મત્ર્ય લોકો સજીવન કરાશે, સન્મુખ પ્રભુ સૌ ઊભા થશે. | |
૪ | અદલ ઈન્સાફ પ્રભુ ખચીત કરે, નમ્ર જનો તહીં ન્યાયી ઠરે; |
વતન બને ધરણી રાંક જનો કાજ, સ્થાન રહે નહિ ત્યાં જુલ્મીને માટ. | |
૫ | શાસ્ત્ર કહે : સમય આવ્યો નજીક ખ્રિસ્ત પાછો આવે છે જાણો ખચીત; |
અનંતકાળિક અગ્નિ દુષ્ટોને માટ, ન્યાયી રહે સહુ પ્રભુ સંઘાત. | |
૬ | પ્રાર્થનાનો ધૂપ નિત્ય ઊંચે ચઢે, સ્વર્ગે સંતો તેની સેવા કરે; |
માન, મહિમા, પ્રભુ ઈસુને દો, યુગાનુયગ તેને મહિમા હો. |