412: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૧૨ - સ્વર્ગવાસમાં ભક્તનું સુખ == {| |+૪૧૨ - સ્વર્ગવાસમાં ભક્તનું સુખ |...") |
(No difference)
|
Revision as of 22:12, 3 August 2013
૪૧૨ - સ્વર્ગવાસમાં ભક્તનું સુખ
ચોપાયા | |
કર્તા: જે. વી. એસ. ટેલર | |
૧ | ભક્ત તણી છે શુભ શુભ નગરી, સ્વરના ઊંચા વાસો, |
કંચનના રસ્તા પર તેમાં ચાલે છે પ્રભુ દાસો. | |
૨ | ભક્ત તણી છે શુભ શુભ સરિતા સ્વરમાં ઊંચે વહેતી, |
તેના જળનું નિત નિત પીએ સાચાના સહુ હેતી. | |
૩ | ભક્ત તણાં છે શુભ શુભ ગીતો સ્વરને ઊંચે રાગે, |
પ્રભુને નામે કીર્તન સાથે કંચન વાજાં વાગે. | |
૪ | ભક્ત તણાં છે શુભ શુભ ઠામો સ્વરમાં સિદ્ધ કરેલાં, |
ઈસુએ ત્યાં સિદ્ધ કર્યા છે જ્યાં પોતે જ ગયેલા. | |
૫ | ભક્તો સાથ શુભ શુભ દૂતો સ્વર્ગ સભામાં રહે છે, |
સેવામાં પ્રભુ આસન ઘેરી પૂર્ણાનંદ જ લે છે. | |
૬ | ભક્ત તણે કાજ છે એવાં સ્વરમાં શુભ શુભ વાનાં, |
કોએ મનમાં જે નહિ ધાર્યાં, ત્યાં પ્હોંચી લેવાનાં. |