408: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૦૮ - સ્વદેશ આકાશ == {| |+૪૦૮ - સ્વદેશ આકાશ |- | |૬, ૪, ૬, ૪,૬, ૬, ૬, ૪ સ્વરો |- | |"I’m bu...")
(No difference)

Revision as of 21:55, 3 August 2013

૪૦૮ - સ્વદેશ આકાશ

૪૦૮ - સ્વદેશ આકાશ
૬, ૪, ૬, ૪,૬, ૬, ૬, ૪ સ્વરો
"I’m but a stranger here"
Tune: Bethony or Antor Christi
કર્તા: થોમસ આર. ટેલર., ૧૮૩૬
અનુ. : રોબર્ટ મંટગમરી
હ્યાં હું પરદેશી છું, સ્વદેશ આકાશ;
રાનનો રહેવાસી છું, સ્વદેશ આકાશ;
ચારોગમ દુ:ખ ને ડર,
ઘેરે છે ધર્મી નર,
આકાશમાં બાપનું ઘર, સ્વદેશ આકાશ.
તોફાનની ચિંતા શી ? સ્વદેશ આકાશ;
ટૂંક આ મુસાફરી, સ્વદેશ આકાશ;
પવનનો કડવો માર,
તે વેઠી થોડી વાર,
જઈશ હું પેલે પાર, સ્વદેશ આકાશ.
ત્યાં મારા તારનાર પાસ, સ્વદેશ આકાશ;
આનંદે કરીશ વાસ, સ્વદેશ આકાશ;
ત્યાં સારાં સુખી છે,
ત્યાં મારાં મુખી છે,
ન કોઈ દુ:ખી છે, સ્વદેશ આકાશ.
હાલમાં દુ:ખે ભારે થાય, સ્વદેશ આકાશ;
પણ હું ન બોલીશ કાંઈ, સ્વદેશ આકાશ;
અનાદિ બાપનું બાળ
બાપને ઘેર સર્વકાળ
ભોગવીશ હું સુખનો હાલ, સ્વદેશ આકાશ;