407: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૦૭ - હું મુસાફર અને પરદેશી છું == {| |+૪૦૭ - હું મુસાફર અને પરદેશી છું ૯...") |
(No difference)
|
Revision as of 21:50, 3 August 2013
૪૦૭ - હું મુસાફર અને પરદેશી છું
૧ | હું મુસાફર તથા પરદેશી, |
થોડી વાર હ્યાં, થોડી વાર હ્યાં, રે'વાસી; | |
મને ન રોકો, હું જાઉં, ખચીત, | |
જીવનની નદી જ્યાં વહે છે નિત. | |
ટેક: | હું મુસાફર તથા પરદેશી, |
થોડી વાર હ્યાં, થોડી વાર હ્યાં, રે'વાસી. | |
૨ | ઉત્તમ લોકમાં પ્રકાશ છે સદા, |
ત્યાં મજ આશ છે, ત્યાં મજ આશ છે સર્વદા; | |
આ ફાની જગત છે દુ:ખથી ભરેલ, | |
હું ઘણી વારે છું દિલગીર થાકેલ. | |
૩ | જ્યાં જાઉં છું, તે સુંદર રે'વાસ, |
મારો ત્રાતા, મારો ત્રાતા છે પ્રકાશ; | |
ત્યાં દુ:ખ તો નથી, યા શોકનું સ્મરણ; | |
ત્યાં નથી આંસુ, યા રોગ, યા મરણ. | |
૪ | સુંદર નગર ! જ્યારે પહોંચીશ; |
ત્યાં પરદેશી યા મુસાફર નૈ થઈશ, | |
થાઈશ રે'વાસી તથા સ્વદેશી, | |
ત્યાં સદા સુખ, પ્રીત, ને શાં આકાશી. |