404: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૦૪ - વિલંબ કરવો નહિ == {| |+૪૦૪ - વિલંબ કરવો નહિ |- | |સવૈયા સત્તાવીસા કે શ...")
(No difference)

Revision as of 21:09, 3 August 2013

૪૦૪ - વિલંબ કરવો નહિ

૪૦૪ - વિલંબ કરવો નહિ
સવૈયા સત્તાવીસા કે શરણાગર
"Like mist on the mountains"
અનુ. : જે. વી. એસ. ટેલર
ગગને વાદળ, દરિયે વહાણો થોડી વાર જણાય;
જીવનના દિન જાશે તેવા, ઝટ ઝટ સંધા જાય.
પૂર્વજ સાથે સહુ ભળવાના, મૃત્યુ તણું જ્યાં ધામ,
માટે હમણાં નિશ્વે ધારો તારણનું શુભ કામ,
ફૂલ જણાશે તાજાં જેવાં, વહેલાં તે ચીમળાય;
જોબમ શોભા તેમ ઘટે છે, પળમાં ઝાખી થાય.
માટે જ્યાં લગ જીવન રહે છે, ઘટમાં આશ અભંગ;
ત્યાં લગ જ્ઞાન વિચાર કરીને કરજો ઈસુ સંગ.
થાક મટે એવું ઈચ્છો તો જાજો ઈસુ પાસ;
પૂર્ણ વિસામો તે આપે છે, તે દે છે સુખવાસ.
સુખનો જો અનુભવ કરવાની છે ઈચ્છા મન માંય,
તો સુખ ઝરણ ખરો છે ઈસુ, તેથી તૃપ્ત થવાય.
મોત થતાં મોચન માગો તો કરજો ઈસુશોધ;
પાપ તણાં સૌ બંધન છોડી માનો એ ઉપબોધ.