403: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૦૩ - પ્રભુ મુજ પાસ રહે == {| |+૪૦૩ - પ્રભુ મુજ પાસ રહે |- |૧ |સાંજ પડે છે જી...") |
(No difference)
|
Revision as of 21:04, 3 August 2013
૪૦૩ - પ્રભુ મુજ પાસ રહે
૧ | સાંજ પડે છે જીર તણી, પ્રભુ, દૂર ન જાજે, |
રાતતણો કાળોખ વધે, પાસે, પ્રભુ, થાકે; | |
જ્યારે બીજા આશ્રય તો, બળહીન જણાશે, | |
ત્યારે, નાથ અનાથ તણા, તું રહે મુજ પાસે. | |
૨ | જીવ તણા મુજ અલ્પ દિનો, વીતી ઝટ જાયે, |
ભૂતળ સુખ તણો મહિમા ઝાંખો નિત થાયે; | |
જારી રોગ, વિકાર, જરા, દીસે સહુ વાસે, | |
હે અવિકારી દેવ, સદા તું રહે મુજ પાસે. | |
૩ | આપી થોડું દર્શન તો પાછો ન છુપાજે, |
બોલી થોડાં કૈં વચનો, નિર્વાચ ન થાજે; | |
આવીને ન પછી જાતો, પંથી જ્યમ જાશે, | |
ક્ષેમ સમાધાને વસતાં, તું રહે મુજ પાસે. | |
૪ | જો નૃપનો મોટો હું વૈભવ જોઉં, |
બીક તથા ગભરાટ થકી હું ધીરજ ખોઉં; | |
માટે પ્રેમ, દયા, કરુણા જે શાંત ગણાશે, | |
તે ગુણનો દેખાવ કરી, પ્રભુ,રહે મુજ પાસે. | |
૫ | તેં મુજ બાળપણામાં તો બહુ પ્રેમ જણાવ્યો, |
જો પણ આડો મેં બળવો બહુ વાર ચલાવ્યો; | |
તોય મને ત્યાગ્યો નહિ તેં, નાખ્યો નહિ નાશે, | |
તેમ જ અંત સુધી કરતાં, પ્રભુ, રહે મુજ પાસે. | |
૬ | દૂર થયો જો તું મુજથી, તો હું ભટકીને, |
કંઈ આડેઅવળે નીકળું, સત સર્વ તજીને; | |
માટે તું નિત દોર મને પથ જેમ ચઢાશે; | |
પોં'ચી ઘેર જતાં લગ તો, પ્રભુ, રહે મુજ પાસે. | |
૭ | જો પ્રભુ દે વરદાન મને, રિપુ બીક ન જાણું, |
રુદનની કડવાશ મટે, દુ:ખો નહિ માનું, | |
મોત તણો ક્યાં ડંખ ગયો ? જય ક્યાં મૃતવાસે ? | |
જીતીને હું પાર પડું, જો તું મુજ પાસે. | |
૮ | મૃત્યુમે સત વાત ધર્યે, મારી ચક સામો, |
ઝાંખ થતાં, સુપ્રકાશ કરી દેખાડ વિસામો; | |
રાત જતાં તો ફો ફાટે, સ્વરસૂર્ય પ્રકાશે, | |
જીવનકાળે મોત સમે પ્રભુ, રહે મુજ પાસે. |