392: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૯૨ - તમારા દીવા સળગતા રાખો == {| |+૩૯૨ - તમારા દીવા સળગતા રાખો |- |૧ |રાખજ...") |
(No difference)
|
Revision as of 20:18, 3 August 2013
૩૯૨ - તમારા દીવા સળગતા રાખો
૧ | રાખજો દીવા સળગતા રાખજો રે, |
વાયરે જો જો ન હોલવાઈ જાય..... (૨).... રાખજો. | |
૨ | રાખજો કમર કસેલી રાખજો રે, |
કમરબંધ ન સરકી જાય.... (૨)... રાખજો. | |
૩ | અંતની ઘડીઓ હવે તો આવશે રે, |
ઘરમાં ધૂસી જાએ જ્યમ ચોર.... (૨)... રાખજો. | |
૪ | જાણજો દુશ્મનનાં ધાડાં આવશે રે, |
ત્યારે યુદ્ધ થશે ઘનઘોર.... (૨)... રાખજો. | |
૫ | દેવની વાણી જગતમાં વ્યાપશે રે, |
ત્યારે થાશે જગતનો અંત.... (૨)... રાખજો. | |
૬ | અંતે ટકે તે તાતણ પામશે રે, |
પ્રાર્થના કરજો રાખીને ખંત.... (૨)... રાખજો. |