390: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૯૦ - પ્રાર્થના કરવી == {| |+૩૯૦ - પ્રાર્થના કરવી |- |૧ |કરો પ્રાર્થના, સં...") |
(No difference)
|
Revision as of 20:11, 3 August 2013
૩૯૦ - પ્રાર્થના કરવી
૧ | કરો પ્રાર્થના, સંત સૌ, એક ચિત્તે, કરો સેવ ઈસુ તણી શુદ્ધ રીતે; |
કરો પ્રાર્થના, થાક તેમાં ન જાણો, કરી સેવ સંદે' કદી કો ન આણો. | |
૨ | પ્રભુ તો સુણે પ્રાર્થના સૌ તમારી, વિવેકી વિષે તે કરે પ્રીત ભારી; |
મળે માગતાં દેવથી દાન સારું, અમે માગીએ, દેવ, દે જ્ઞાન તારું. | |
૩ | તમો પાસ તો માગવા દાસ આવ્યા, અમોને તમોએ દયાથી ચાહ્યા, |
અમોને ઈસુએ દીધો છે દિલાસો, અમે તો થયા ખ્રિસ્તના પૂર્ણ દાસો. | |
૪ | અમોને હવે કોણની બીક લાગે ? બધાં દુષ્ટનાં બાણતો ખ્રિસ્ત ભાંગે; |
અમે સર્વદા ખ્રિસ્તના વહાલા થૈશું, ઈસુને પ્રતાપે ખરું સૌખ્ય લૈશું. |