389: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૮૯ - ખ્રિસ્તી માણસનો મુખ્યાર્થ == {| |+૩૮૯ - ખ્રિસ્તી માણસનો મુખ્યાર...")
(No difference)

Revision as of 20:10, 3 August 2013

૩૮૯ - ખ્રિસ્તી માણસનો મુખ્યાર્થ

૩૮૯ - ખ્રિસ્તી માણસનો મુખ્યાર્થ
માનવનો મુખ્યાર્થ કહું, સહુ ચિત્ત ધરોને;
દેવ તણો મહિમા કરવો, સુવિચાર કરોને.
માલિક જીવ, શરીર તણો પરમેશ્વર જાણો;
અંતિદિને ઈનસાફ કરી પૂછશે સહુ માનો.
બાઈબલ હાથ દીધું તમને શીખવા સત વાતો,
તો ઉપયોગ કરો જલદી ધરજો ચિત્ત ત્યાં તો.
ઈશ્વરની મરજી તમને સતલેખ બતાવે,
એ સત્તલેખ દઈ તમને પ્રભુ કામ કરાવે.
આ અવતાર દીધો તમને કરવા શુભ કામો,
ને બહુ દાન દીધાં તમને સુખ જે તમ પામો.
તો શીદ આળસ અંગ ધરી દિન વ્યર્થ ગુમાવો ?
ઈશ્વર નામ તણો મહિમા હમણાં જ કરાવો.
ઈશ્વરની સત વાત થકી ગુણ જે તમ પામ્યાં,
એ ગુણ લોક લહે સઘળા ગુન જે નહિ કહે છે :
બાળક, વૃદ્ધ, જુવાર, બધાં, તમને પ્રભુ કહે છે :
શાસ્ત્રતણાં હથિયાર સજો, પ્રભુ એમ કહે છે.
જે શુભ દાન મળ્યું તમને, રજ ગોપ વિના તે,
વાપરજો, પ્રભુ ખ્રિસ્ત કહે, રજ ગોપ વિના તે.
સેવક ઈસુ ખ્રિસ્ત તણા તમને પ્રભુ કહે છે :
ઈશ્વરનો મહિમા કરવો બહુ ઉત્તમ એ છે.