386: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૮૬ - આત્મિક શણગાર == {| |+૩૮૬ - આત્મિક શણગાર |- |ટેક: |આત્મિક શણગાર સજો, વ...") |
(No difference)
|
Revision as of 19:57, 3 August 2013
૩૮૬ - આત્મિક શણગાર
ટેક: | આત્મિક શણગાર સજો, વીરલા રે.. |
એ છે હથિયાર વીરનાં. | |
૧ | સત્યે તમારી કમ્મર બાંધો તો, વીરતણું ખૂટે નીર ના રે..એ છે |
૨ | બખ્તર પહેરો ન્યાયીપણાનું, રક્ષોને ભાગો શરીરના રે ..એ છે |
૩ | હેરો પગરખાં શાંતિ તણાં તો, રણે હઠે કદી વીર ના રે ..એ છે |
૪ | ઢાલ ધરી વિશ્વાસની સામે, ઝીલે ધા તરવાર તીરના રે ..એ છે |
૫ | ટોપ તારણનો મસ્તકે મૂકો, કદી ધવાએ શિર ના રે ..એ છે |
૬ | આત્મા તણી તરવાર ધરો તો, દુશ્મન રણે રહે સ્થિર ના રે..એ છે |
૭ | લડો, પડો, પણ લેશ ડરો નહિ, બેલી ઊભા પ્રભુ વીરના રે ..એ છે |