374: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૭૪ - આનંદના કારણો == {| |+૩૭૪ - આનંદના કારણો |- |ટેક: |આનંદ ઉર છે રે મુજને ...") |
(No difference)
|
Revision as of 19:33, 3 August 2013
૩૭૪ - આનંદના કારણો
ટેક: | આનંદ ઉર છે રે મુજને મળિયો તારણહાર; |
મારા નાથની રે કરુણા થઈ છે અપરંપાર. | |
૧ | ભવસાગરમાં રે મારું નાવ થયો તે નાથ; |
દીઠો દૂબતો રે પ્રભુએ ઝાલ્યો માારો હાથ. | |
આનંદ. | |
૨ | પાપ નિવારિયાં રે પ્રભુએ મુજ પર આણી રે'મ; |
જીવન આપિયું રે પ્રભુએ મુજ પર રાખી પ્રેમ | |
આનંદ. | |
૩ | દેવ દયાળુએ રે મુજને કરિયો તેનો બાળ; |
રાખે પ્રેમથી રે એ તો નિત મારી સંભાળ. | |
આનંદ. | |
૪ | પ્રભુએ આપિયો રે મુજને આદિતનો શુભ વાર; |
સેવાભક્તિના રે આપ્યા ધારા રાખી પ્યાર. | |
આનંદ. | |
૫ | ગ્રંથ દીધો મને રે તે તો મુજ અજવાળા માટ; |
થઈને ભોમિયો રે એ તો દેખાડે છે વાટ. | |
આનંદ | |
૬ | સ્વર્ગી વાટમાં રે મારો કેવો રૂડો સાથ; |
પ્રીતિ દોરશે રે મુજને હેતે મારો નાથ. | |
આનંદ. | |
૭ | અંતે આપશે રે મુજને સ્વર્ગભુવનમાં વાસ; |
સ્વર્ગી ધામમાં રે ઈસુ મારો છે ઉલ્લાસ. | |
આનંદ. |