373: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૭૩ - બેઉલાહ દેશ == {| |+૩૭૩ - બેઉલાહ દેશ |- |૧ |હું તો પર્વત પર વસું છું, જ્...")
(No difference)

Revision as of 19:31, 3 August 2013

૩૭૩ - બેઉલાહ દેશ

૩૭૩ - બેઉલાહ દેશ
હું તો પર્વત પર વસું છું, જ્યાં ધણું હોય છે અજવાળ,
હું શોભિતો દેશ જોઉં છું, રળ્યામણો વિશાળ;
ત્યાં છે હવા અતિ સારી, ફલોથી સુવાસિત જે,
ઝરાની ચોગમ ખીલેલા, અમર ઝાડને છાંયડે.
ટેક: બેઉલાહ દેશ શું આ તો નહિ હોય, અજવાળાનું ધન્ય સ્થાન !
તેમાં ખીલે ફૂલો સદાય, જ્યાં છે સદાકાળ વિશ્રામ.
પહાડની હેઠળ નીછે દેખાય, મોટું સૂકું અરણ્ય,
તેમાં થઈને હું આવેલો, સંદેહ તથા ભયની માંય;
દેવની આગળ માનતા લીધેલ, જેને મેં ઉતારી નહિ,
તો પણ આત્માથી દોરાઈ, હ્યાં લગ હું પહોંચ્યો આવી.
ઝરામાંથી હું પીઉં છું, સદા રહું આ જગામાં,
હ્યાં મેં જીવનનું જળ ચાખ્યું, તેથી તૃપ્ત થયો આત્મામાં;
જગની મઝા માટે ઈચ્છા, મુજમાં હવે નથી કાંઈ,
મળ્યું મને દ્રવ્ય મહા, તેનો નાશ કદી નવ થાય.
ભારે દુ:ખની વાત ન કાઢશો, બોજના વિષે બોલતા મા,
મને મળ્યો મહા છુટકારો, બોજની નથી કંઈ ચિંતા;
મારે ખ્રિસ્તની પાછળ ચાલવું, સૌ છે ધૂળરૂપ એ સિવાય,
જગનું સઘળું માન તજું છું, વધસ્તંભને માથે લઈ.
વધસ્તંભનો બહુ છે મહિમા ! આ વાત કેટલી સાચી છે !
તંગ રસ્તામાં થઈને ચાલતાં પાર લગ દૃષ્ટિ પહોંચે છે.
બહુ મીઠાશથી કહે છે ઈસુ: "સ્તંભને ઊંચક, બીતો મા;
તુજ આગળ આ વાટ ચાલ્યો હું, આજ લગ તેમાં છે મહિમા."