370: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૭૦ - જે દિનથી ખ્રિસ્ત આવ્યો == {| |+૩૭૦ - જે દિનથી ખ્રિસ્ત આવ્યો |- |૧ |બદ...") |
(No difference)
|
Revision as of 19:13, 3 August 2013
૩૭૦ - જે દિનથી ખ્રિસ્ત આવ્યો
૧ | બદલાણ જિંદગીમાં કેવું અજબ થયું ! |
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો; | |
બહુ વારથી શોધતો'તો આવ્યું તે અજવાળું, | |
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો. | |
ટેક: | જે દિનથી ખ્રિસ્ત ઈસુ આવ્યો, |
મુજ મનમાં નિત રહેવા આવ્યો; | |
આનંદ બહુ મન મારે રેલ જેવો વહેતો છે, | |
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો. | |
૨ | ભટકવું બંધ થયું, મેળાપ છે પ્રભુ સાથ, |
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો; | |
અગણિત પાપ મારાં માફ થયાં, ધન્ય વાત, | |
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો. | |
૩ | હવે મોત કેરી ખીણ મારે થઈ પ્રકાશરૂપ, |
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો. | |
સ્વર્ગની ભાગળ દેખાય, જ્યાં રહે છે ધન્ય ભૂપ, | |
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો. | |
૪ | ત્યાં રહેવા જઈશ હું, વિશ્વાસથી જાણું છું, |
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો. | |
આનંદ કરતાં ચાલું, સાથે રોજ છે પ્રભુ, | |
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો. |