365: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૬૫ - આનંદ આપાર == {| |+૩૬૫ - આનંદ આપાર |- |૧ |આનંદ છે આજ મહા! આનંદ અપાર, આવ્...")
(No difference)

Revision as of 18:56, 3 August 2013

૩૬૫ - આનંદ આપાર

૩૬૫ - આનંદ આપાર
આનંદ છે આજ મહા! આનંદ અપાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર
અજબ છે પ્યાર અને અજબ ઉદ્ધાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર.
આનંદ
ઈસુની પ્રીતિનો કરજો વિચાર, દેવ છતાં લીધો માનવ અવતાર;
મુખડાં મલકાવો ને માનો આભાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર.
આનંદ
સારી આ દુનિયાના પાલનહાર, દીન અનાથના એક આધાર,
શત્રુ શેતાનનો કરવા સંહાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર,
આનંદ
આવો થાકેલાં ને દુ:ખી નરનાર, વાટ જુએ વહાલો તારણહાર;
પામી લો જીવનમાં પૂરો આરામ, આવ્યા સંસારમાં ઈસુ તારનાર.
આનંદ