346: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૪૬ - ખ્રિસ્ત, હું તારો જ છું == {| |+૩૪૬ - ખ્રિસ્ત, હું તારો જ છું |- |ટેક: |...") |
(No difference)
|
Revision as of 05:13, 3 August 2013
૩૪૬ - ખ્રિસ્ત, હું તારો જ છું
ટેક: | રાખ મને સ્તંભ પાસે, હે પ્રભુ, |
જ્યાં તેં મુજ માટ મોત સહ્યું; | |
રાખ મને તુજ કૂખની પાસે, હે પ્રભુ, | |
જ્યાંથી મૂલવાન રક્ત વહ્યું. | |
૧ | તારો છું, ઓ ખ્રિસ્ત, માનું તારી વાત, |
કાં કે તેં કીધી છે પ્રીત; | |
તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ, | |
ને તુજ પાસે રહીશ નિત. | |
૨ | મુજને અર્પિત કર તારી સેવા કાજ, |
તારી મહા કૃપાએ; | |
ખરા વિશ્વાસે જોઉં તને આજ, | |
તારી મરજી મુજ થાએ. | |
૩ | ઘડીભર જો હું મળું તારી સાથ, |
શાંતિ મુજ દિલને વળે; | |
જ્યારે આરાધું તને, ઓ મુજ નાથ, | |
મળું જેમ મિત્રો મળે. | |
૪ | સમજી શકું ના તારો ઊંડો પ્યાર, |
જ્યાં લગ આ જગમાં છે વાસ; | |
જોઈ શકીશ હું તારો હર્ષ અપાર, | |
જ્યારે આવીશ તારી પાસ. |