344: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૪૪ - જીવનાર્પણ == {| |+૩૪૪ - જીવનાર્પણ |- |૧ |ઈશ, લે મજ જીવન ભેટ ધરું, ઝટ લે...") |
(No difference)
|
Revision as of 05:09, 3 August 2013
૩૪૪ - જીવનાર્પણ
૧ | ઈશ, લે મજ જીવન ભેટ ધરું, ઝટ લે, અભિલાષ હું એહ ધરું; |
થઈને મુજ જીવન નાયાક તું, કરજે મુજ જીવન લાયક તું. | |
૨ | શિરને, ઉરને, મુખને, કરને, પ્રભુજી, અર્પું મુજ અંતરને; |
મમ અંતર તો બગડી જ ગયું, તુજ વિના રખડી જ ગયું. | |
૩ | હસતાં રમતાં કંઈ પાપા કીધાં, કંઈ પાપ-પથે અન્યનેય લીધાં; |
તનથી, મનથી, કળથી, છળથી, બહુ પાપ કીધાં ધનના બળથી. | |
૪ | નહિ લાયક છે મુજ આ મનડું, નહિ લાયક છે મુજ આ તનડું; |
મુજ દેહ દઉં, મુજ પ્રાણ દઉં, લઈ લે તુજને શરણે જ સહુ. | |
૫ | થઈ શોધક તું ઝટ શોધ મને, થઈ તારક તું ભવ તાર મને; |
થઈ પાળક તું બસ પાળ મને, થઈ બોધક દે કંઈ બોધ મને. | |
૬ | કર માફ, પ્રભુ, મુજ પાપ બધાં, કંઈ ગુપ્ત અને કંઈ હોય છતાં; |
ઝટ થા મુજ પાપ નિવારક તું, થઈ શોધક, તારક, પાળક તું. |