341: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ == {| |+૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ |- |૧ આવો, ઈસુ, જગના ...") |
(No difference)
|
Revision as of 04:59, 3 August 2013
૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ
૧ આવો, ઈસુ, જગના રાજા, ભાવ કરીને મન આપું; | |
અતપથની જે રૂડી રીતો અંતર લઈ તે સહુ સ્થાપું. | |
૨ સેવા કરતાં સંધું ત્યાગું, કશું ન રાખું મુજ કાજે; | |
સતપથ જીવન તુંમાં જાણી સેવ કરું હું મન સાજે. | |
૩ ઘટ ભીતરથી ખટપટ ટાળું, સેવા સાચી મન ધારું; | |
ઈસુ દેખી શીશ નમાવું, હર્ખે અર્પું તન મારું. | |
૪ શુદ્ધ ભક્તિ આભૂષણ જાણી શાંતિ ધરું બહુ મન મારે; | |
સહન કરીને સહુનું સાંખું, પ્રભુ બાળક છું જગ ધારે. | |
૫ સહુ સંગે સત પ્રેમે ચાલું, પિતા તણું હું મન રાખું; | |
કે તે સાચો પૂર્ણ દયાળુ, હું પણ તેના ગુણ ભાખું. | |
૬ દાસો, આવી ઈસુ પાસે લેજો રૂડું મન માગી; | |
જગમાં તેનું માન વધારો, તે તમને દે નહિ ત્યાગી. |