334: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૧ – પ્રભુનું સ્તોત્ર == {| |+૩૩૪ - મનનું અર્પણ |- |૧ |રુદિયે રે'જે રે, ત્રા...") |
(No difference)
|
Revision as of 04:34, 3 August 2013
૧ – પ્રભુનું સ્તોત્ર
૧ | રુદિયે રે'જે રે, ત્રાતા, વાસ કરી ત્યાં શાંતિદાતા; | |
મન અર્પું છું રે મારું, પ્રભુ, હું મન અર્પું મારું, | ||
તું કરજે મંદિરિયું તારું, કરીને વાસો તેમાં રે', | ||
અમોને આશોષ સારી દે. | રુદિયે. | |
૨ | મનડું ચોખ્ખું રે કરજે, મુજમાં સદ્ગુણો તું ભરજે; | |
મેલું મનડું રે મારું, મેલું મન આ તો મારું; | ||
થશે નહિ તુજ વણ એ સારું, જશે સહુ ડાઘાઓ ત્યારે | ||
પ્રભુ, તું રક્તે ધો જ્યારે. | રુદિયે. | |
૩ | મન છે પ્યાસી રે જગનું, રૂપ ધરે કો વરે ઠગનું; | |
કરુણા કરજે રે, સ્વામી, પ્રભુજી, કરણા તું કરજે, | ||
અમારી નિર્બળતા હરજે, બચાવી લેજે તું, સ્વામી; | ||
કહું છું મસ્તક હું નામી. | રુદિયે. | |
૪ | શેતાન શત્રુ રે તેનો, ભક્ષ ચહે છે નિશદિન એનો; | |
કિલ્લો થાજે રે મારો, પ્રભુજી, કિલ્લો થા મારો; | ||
પ્રભુ, હું સેવક છું તારો, શરણ આવ્યો છું હું તારે, | ||
તું રે'જે નિશદિન મન મારે. | રુદિયે. |