326: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૨૬ - વિશ્વાસની વૃધ્દ્રિ માટે પ્રાર્થના == {| |+૩૨૬ - વિશ્વાસની વૃધ્દ...") |
(No difference)
|
Revision as of 02:18, 3 August 2013
૩૨૬ - વિશ્વાસની વૃધ્દ્રિ માટે પ્રાર્થના
૧ | ક્ષણિક જીને અક્ષય ઝાલું, અવિનાશીની આશા પાળું, |
પાર જવાને માર્ગે ચાલું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી. | |
૨ | તુજ પંથે હું ચાલી જાઉં, તુજ પાસે હું રહેવા આવું, |
ઉપર જઈ વસવાનું ચાહુ; મુજ વિશ્વાસ વધાર, પિતાજી. | |
૩ | જ્યારે સહુ અંધારું ભાસે, ફલેશ વિપત્તિ બધે થાશે, |
ઓથ કદી ના દેખું પાસે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી. | |
૪ | આકાશી અજવાળું માગું, લૌકિક અંધારું હું ત્યાગું, |
દિન પર ચેત થઈને જાગું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી. | |
૫ | સંધું અવળું ફરશે જ્યારે, બોજો માથે પડશે ભારે, |
તારો પ્રેમ ન ભૂલું ત્યારે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી. | |
૬ | જ્યારે વેરી સર્વ લડે છે, ઓગમત્ચી વિકરાળ ચઢે છે, |
જોદ્ધાનું બહુ રક્ત પડે છે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી. | |
૭ | ઘોર ભયાનક આંધી ઊઠે, જળથળનાં શુભ બંધન છૂટે, |
બચવાની બહુ આશા ખૂટે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી. | |
૮ | જો પરલોકે મિત્રો જાશે, વહાલાં સર્વ વિજોગાં થાશે, |
મારે વસવુ એકલવાસે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી. | |
૯ | નજરે જે નહિ તે હું ભાળું, પાસે જ નહિ તે હું પાળું, |
હાથે જે નહિ તે હું ઝાલું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી. | |
૧૦ | જ્યાં લગ શરત બધી થઈ રહેશે, આકાશે મુજ આત્મા પેસે, |
તાજ અચળ ત્યાં શિર પર બેસે; મુજ વિશ્વાસ વધારે, પિતાજી. | |
૧૧ | મુજમાં નિત આનંદ કરાવો, ઉર વિષે તુજ શાંતિ ભરાવો, |
દઢ મન આપી ધીર ધરાવો; મુજ વિશ્વાસ વધાર, પિતાજી. |