321: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૧ – પ્રભુનું સ્તોત્ર == {| |+૩૨૧ - એકલો આશ્રય |- |૧ |ઈસુ, મુજ આત્માના વા'લ ...") |
(No difference)
|
Revision as of 02:08, 3 August 2013
૧ – પ્રભુનું સ્તોત્ર
૧ | ઈસુ, મુજ આત્માના વા'લ તારો આશ્રમ મને આલ; |
જ્યારે રેલ ચઢે ચોપાસ, ને તોફાન ઘેરે આસપાસ; | |
ત્યારે, તારક, તું સંતાડ, જ્યાં લગ દૂર થાય સૌ રંજાડ; | |
અલામત દોરી આકાશ, આખરે લે તારી પાસ. | |
૨ | બીજો આશ્રમ નહિ મુજ પાસ, છું અબળ, તું મારી આશ; |
કરજે તારાથી નહિ દૂર, દિલ કર શાંતિએ ભરપૂર; | |
હું રાખું તુજ પર વિશ્વાસ, આશરો મળે તારી પાસ; | |
છાયા કરનાર, પ્રસાર પાંખ, મુજ અરક્ષિત મસ્તક ઢાંક. | |
૩ | તું છે મુજ સૌ, હે તારનાર, ગરજ સૌ પૂરી પાડનાર; |
નિરાધારને તું ઉઠાડ, બીમારને તાજગી પમાડ; | |
પવિત્ર, ન્યાયી તુજ નામ, મુજમાં છે અન્યાય તમામ; | |
મલિનતાથી છું ભરપૂર, કૃપાથી ભરેલ તુજ ઉર. | |
૪ | પૂરી દયા તારા માંય, તેથી પાપ નિવારણ થાય; |
શુદ્ધ કરનાર ઝરણાં છલકાવ, શુદ્ધ કર, દે પવિત્ર ભાવ; | |
તું છે જીવનનું ઝરણ, થાઉં ભરપૂર તારે ચરણ; | |
મુજ મનમાં તું વાસો કર, અનંતકાળ લગ મને ભર. |