189: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૮૯ - ઈસુનું નામ== {| |+૧૮૯ - ઈસુનું નામ |- | |૮, ૬ સ્વરો |- | |"All hail the power of Jesus name!" |- |Tune: ...")
(No difference)

Revision as of 20:33, 2 August 2013

૧૮૯ - ઈસુનું નામ

૧૮૯ - ઈસુનું નામ
૮, ૬ સ્વરો
"All hail the power of Jesus name!"
Tune: Miles lane* C.M.
કર્તા: એડવર્ડ પરોનેટ
૧૭૨૬-૯૨
અનુ. : હરખાજી કેશવજીભાઈ
ઇસુના નામને દો મહિમા,ને દૂતો લાગો પાય;
રાજમુગટ લઈ આવો બધા,
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
આવો, સર્વ ઓ શહીદો, બોલો જે વેદી માંય;
દાઉદના સુતને સ્તવન દો,
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
ઈગ્રાએલ, તમે પસંદ જાત, નિર્બળ ને નિરુપાય;
કૃપાથી તે કરે નજાત,
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
હે પાપી ઓ, રાખો સ્મરણ, પાપ ફલેશ કેરું સદાય;
વિજય લાવો તેને ચરણ,
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
સર્વ લોકો જે આદમસુત, વસો જે આ જગમાંય;
આવીને કરો તેની સ્તુત,
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
આવો, નમીએ તેને પાય, સંઘાતે અમુદાય;
લઈને ભાગ સ્તવતોની માંય,
ને માનો, માનો, માનો, તેને માનો રાય.