177: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૭૭ - ઈસુ સવૌત્તમ મિત્ર== {| |+૧૭૭ - ઈસુ સવૌત્તમ મિત્ર |- |ટેક: |મને લાગે મ...")
(No difference)

Revision as of 00:07, 2 August 2013

૧૭૭ - ઈસુ સવૌત્તમ મિત્ર

૧૭૭ - ઈસુ સવૌત્તમ મિત્ર
ટેક: મને લાગે મસીકા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો.
તેણે કીધા ઉપકારો હજારો, તેહ યારો હ્રદયે વિચારો.
તેના મીઠા ને શુદ્ધ કરારો, સુખ શાંતિમાં કરે વધારો.
વાત તમે વિચારો, દિલદારો, કોણ પાપી માટે મારનારો?
કોણ જગતનું કલંક હરનારો? કોણ દુ:ખીનાં દુ:ખ લેનારો?
મુજ અંતર તણા ઉદ્ગારો, 'ઈસુ મસીહ ખરો તારનારો.'
પ્રેમ ખરો ઈસુ કરનારો, તેના પ્રેમનો નથી કિનારો.
ઈસુ મિત્ર છે સારામાં સારો, મને લાગે તે પ્યારામાં પ્યારો.
હશે જગતમાં મિત્ર હજારો, પણ ઈસુ તો ન્યારામાં ન્યારો.