436: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(૪૩૬ - લગ્નનું ગીત)
(No difference)

Revision as of 14:08, 11 July 2013

૪૩૬ - લગ્નનું ગીત ભીમપલાસ ("આવ, હે દાતા, સૌ આશિષના" એ રાગે પણ ગાઈ શકાય.) કર્તા : એમ. ઝેડ. ઠાકોર

૧ આવ, કૃપાળુ ઈશ્વર ત્રાતા, અમો પર તું કૃપા કર, હે સકળ શુભાશિષ દાતા, આત્માઓમાં આશિષ ભર, તેં સહુ માનવજાતને હિતાર્થ લગ્નનેમ કીધો સ્થાપિત, અમે એમાં જાણી શુભાર્થ તુજને સ્તવીએ ઘટિત.

૨ તેથી, હે દયાળુ તારનાર, સુણ અમારી નમ્ર પ્રાર્થ, હમણાં જે શુભ લગ્ન થનાર તે પર દેજે આશીર્વાદ; આ વર ને કન્યા પરસ્પર આવ્યાં કરવા હસ્તમિલાપ, માટે કૃપાથી થા હાજર ને તેઓને આશિષ આપ.

૩ ખ્રિસ્ત, તેં કાના ગામે જઈને લગ્ન દીપાવ્યું અપાર, એ જ રીતે હ્યાં હાજર થઈને આ શોભાને તું વધાર, અમારાં આદિ માતપિતા જોડાયાં શુભ લગ્નમાંય, તેમ આ સ્ત્રી ને પુરુષ આજે ગાઢ પ્રીતિ થકી જોડાય.

૪ તારી ભક્તિ કરવા હર્ષભેર રિદ્ધિ, સિદ્ધિ દે સદાય, તેમને જીવન ગાળવા સુપેર, હે શુદ્ધાત્મા, દેજે સહાય, એમને ઘેર તું રોજ પધારી થાજે તેમનો સર્વાધાર, એ જ છે આજની પ્રાર્થ અમારી તે સુણી કર અંગીકાર.