167: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૬૭ - જીવનદાતાને રટો== {| |+૧૬૭ - જીવનદાતાને રટો |- | |યમન કલ્યાણ |- |કર્તા: |...") |
(No difference)
|
Revision as of 02:01, 1 August 2013
૧૬૭ - જીવનદાતાને રટો
યમન કલ્યાણ | ||
કર્તા: | કા. મા. રત્નગ્રાહી | |
ટેક: | રટ રટ રટ તું, | જીવનદાતા; |
તજ હઠ ઝટપટ, | ભજ ઝટ ત્રાતા. | |
૧ | આ ભવરાન મહીં નહીં મળશે, | તુજને તે વિણ શાતા. રટ. |
૨ | ક્ષણભંગુર અહીંનાં સહુ વાનાં, | લોભાશો નહિ ભ્રાતા. રટ. |
૩ | બહુ જન આયુષ્ય વ્યર્થ ગુમાવી, | મરણ શરણ થઈ જાતા. રટ. |
૪ | નહીં ખોશો સુખ જે ટકનારું | તૃષ્ણા માંય તણાતાં. રટ. |
૫ | કાયા આ વણસી ઝટ જાશે, | નહીં રે'શે રંગ રાતા. રટ. |
૬ | મહા બળિયા, વીર રૂપાળા, | મૃત્યુ પામી જો જાત. રટ. |
૭ | આયુષ્યને કર કિંમતવાળું, | સ્વર્ગી સુખ કમાતાં. રટ. |
૮ | ગાળ આનંદી જીવન તારું, | નિત નિત પ્રભુ ગુણ ગાતાં. રટ. |