166: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૬૬ - કેવળ ખ્રિસ્તથી શુદ્ધતા== {| |+૧૬૬ - કેવળ ખ્રિસ્તથી શુદ્ધતા |- | |માદ...") |
(No difference)
|
Revision as of 01:52, 1 August 2013
૧૬૬ - કેવળ ખ્રિસ્તથી શુદ્ધતા
માદરી | ||
કર્તા: | થોમાભાઈ પાથાભાઈ | |
૧ | ખ્રિસ્ત જીવતો ઝરો, | |
પાપથી અશુદ્ધ જે બધાંય સ્નાન ત્યાં કરો; | ||
ખ્રિસ્ત તીર્થ છે ખરો, તે વડે તમે તરો; | ||
એ જ તીર્થ જો કરો, કદી ન પાપમાં મરો. | ||
૨ | પાપ જો ઘણાં હશે, | |
શ્વેત ઉન પેઠે ખ્રિસ્ત તીર્થ સ્નાનથી થશે; | ||
ખ્રિસ્ત રાજમાં જશે, શુદ્ધ લોકમાં વસે; | ||
જે રહે અશુદ્ધ તે કદી ન સ્વર્ગમાં જશે. | ||
૩ | દેવમાં પવિત્રતા, | |
લેશભાર દેવમાં મળે ન કંઈ અશુદ્ધતા; | ||
દૂત ત્યાં ઘણાં બધા, તેહમાં પવિત્રતા, | ||
ખ્રિસ્ત રાજમાં પવિત્ર લોકનો મિલાપ ત્યાં. |