158: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૫૮ - જ્ય પ્રભુ ઈસુ સ્વામી== {| |+૧૫૮ - જ્ય પ્રભુ ઈસુ સ્વામી |- |ટેક: |જય પ્...")
(No difference)

Revision as of 01:35, 1 August 2013

૧૫૮ - જ્ય પ્રભુ ઈસુ સ્વામી

૧૫૮ - જ્ય પ્રભુ ઈસુ સ્વામી
ટેક: જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વાની.
જય જગત્રાતા, જય સુખદાતા, જય જય પ્રભુ, અનુપામી.
જય ભયભંજન, જય જનરંજન, જય પુરણ સતકામી.
પાપતિમિર ધન નાશક તમે છો, ધર્મ દિવાકર નામી.
કલિમલ દૂષણ હરતા તમે છો, સંકટ વાટ સહગામી.
નરતન ધરી લીધો અવતાર, તજી સુંદર દિવ્ય ધાની.
દઈ નિજ પ્રાણ ઉગારી લીધા તમે પાપીઓ બહુ દુષ્કામી.