155: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૫૫ - ખ્રિસ્તનું ચિત્ર== {| |+ |- |ટેક: |છબી ખૂબ સારી બહુ પ્યારી તારી, ઓ પ્...") |
(No difference)
|
Revision as of 01:21, 1 August 2013
૧૫૫ - ખ્રિસ્તનું ચિત્ર
ટેક: | છબી ખૂબ સારી બહુ પ્યારી તારી, ઓ પ્રભુ ઈસુ, લાગે રે. |
૧ | પ્રેમ, દયા, શુભ કરુણા, મમતા, દીપે છે સર્વાંગે રે. છબી. |
૨ | રાંકપણું, બહુ દીનતા નીરખી મુજ મન મોટપ ત્યાગે રે. છબી. |
૩ | મિત્રોમાં તું શ્રેષ્ઠ સખા થઈ બહુવિધ સંકટ ભાગે રે. છબી. |
૪ | પ્રેમી કરે દઈ નાથ ઉગારે, જવ તુફાનો જાગે રે. છબી. |
૫ | આત્મિક યુદ્ધે ઢાલ ખરી તું, શત્રુબાણ ન વાગે રે. છબી. |
૬ | મહા મનોહર મિષ્ટ તું લાગે, તુજ સંગત મન લાગે રે. છબી. |
૭ | શરણ ગ્રહીને નાથ દયાનિધ, ગાઉં નિરંતર રાગે રે. છબી. |
૮ | દાસ આપનો બહુ અભિલાષી, દર્શન નિત નિત માગે રે. છબી. |