134: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૩૪ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન== {| |+૧૩૪ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન |- | |ન...") |
(No difference)
|
Revision as of 23:13, 29 July 2013
૧૩૪ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન
નીલ અથવા વિશેષ વિશેષ છંદ | |
"Blest morning" | |
કર્તા: | આઈઝેક વાઁટ્સ, ૧૬૭૪-૧૭૪૮ |
અનુ. : | એમ. વી. મેકવાન |
૧ | દિવ્ય ઉષા ઊગી આદિતની સુપ્રકાશ ભરી, |
જીતી ઊઠયો પ્રભુ પુત્ર અહા! ક્રૂર કાલવરી ! | |
મોત ભયાનક સાથ મહા, મલયુદ્ધ કરી! | |
ઘોર તજી પ્રભુ ખ્રિસ્ત ઊઠયો, જીત પૂર્ણ વરી! | |
૨ | ગંભીર ઘોરની નીરવતા ટળી કંપ થતાં, |
પા'ણ ગયો દૂત ત્યાં દૂત ઊતરતાં ! | |
સ્વર્ગ તણાં શુભ દ્વાર ખૂલ્યાં, પ્રભુજી ઊઠતાં ! | |
ધન્ય ખરો દિન! હર્ષ કરો, પ્રભુને ભજતાં. | |
૩ | વ્યર્થ કીધાં ક્રૂર નર્ક અને વળી મોત સદા, |
ઉજ્જવલ જીવનની પ્રગટી શુભ જ્યોત સદા! | |
પુનિત પુનરુત્થાન તણો જય પૂર્ણ થયો, | |
બંધન સર્વ ગયાં તૂટી આ, રિપુ નષ્ટ થયો. | |
૪ | હે પ્રભુ, સ્તુતિ સદાય થજો તુજ નામ તણી, |
માન અમે દઈએ સ્મરતાં, તુજ રે'મ ઘણી. | |
સાક્ષી થઈ જગતારકના શુભ સર્વ પળે, | |
વિજય આદિતનો વદિયે, સહુમાં સઘળે. | |
૫ | સ્વર્ગ, ભૂમંડળ સર્વ તમે, જયગાન કરો, |
ગિરિ અને જલનિધિ મહા, જયનાદ ઘરો. | |
સ્તોત્ર કરો, સહુ ખ્રિસ્ત તણાં, શુભ યજ્ઞ થયો, | |
તારણ ને જીવનામૃતનો અધિરાજ રહ્યો. |