123: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૨૩ - પુનરુત્થાનનું ગીત== {| |+૧૨૩ - પુનરુત્થાનનું ગીત |- | |૮ સ્વરો |- | |"O sons an...") |
(No difference)
|
Revision as of 19:57, 29 July 2013
૧૨૩ - પુનરુત્થાનનું ગીત
૮ સ્વરો | |||
"O sons and daughers, let us sing" | |||
Tune : | O Filii et Filiae | ||
(લઁટિનમાંથી) | |||
કર્તા : | જીન ટીસરેન્ટ | ||
(મૃ. ૧૪૯૪) | |||
અંગ્રેજી અનુ. : | જોન એમ. નીલ | ||
(૧૮૧૮-૬૬) | |||
અનુ. : | કા. મા. રત્નગ્રાહી | ||
ટેક: | હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! | ||
૧ | હે બાળો, આજે ગાઈએ; | ||
આકાશી મોટો રાય જે | |||
ઊઠયો વિજય માંય તે. | |||
હાલેલૂયા. | |||
૨ | આદિત્યની પ્રભા થઈ, | ||
વિશ્વાસી નારીઓ તહીં | |||
ઈસુને શોધતી ગઈ. | |||
હાલેલૂયા. | |||
૩ | દૂતે દીધી વધામણી | ||
તે નારીને પ્રભુ તણી : | |||
ગયો ગાલીલની ભણી. | |||
હાલેલૂયા. | |||
૪ | ભેગા મળ્યા'તા શિષ્યો જ્યાં | ||
કહ્યું ઈસુએ આવી ત્યાં : | |||
થાઓ તમોને શાંતતા. | |||
હાલેલૂયા. | |||
૫ | થોમાએ સુણી વાત એ, | ||
લાવ્યો ઘણી જ ભ્રાંત તે; | |||
ન માન્યો તેણે નાથને. | |||
હાલેલૂયા. | |||
૬ | ઈસુ કહે, રે જો મને, | ||
આ હાથ, પગ, કૂખને; | |||
વિશ્વાસી થા, કહું તને. | |||
હાલેલૂયા. | |||
૭ | નિહાળતાં ઈસુ ભણી, | ||
ભ્રાંતિ ટળી થોમા તણી; | |||
તે બોલ્યો, દેવ ને ઘણી! | |||
હાલેલૂયા. | |||
૮ | દીઠા વિના શ્રદ્ધા ઘરે, | ||
તેઓને ધન્ય છે ખરે ! | |||
અનંત સુખ તે ધરે. | |||
હાલેલૂયા. | |||
૯ | થાઓ સુખી આ સુદિને, | ||
સ્તવો પ્રભુને ગાયને, | |||
સ્તુતિ કરો ખરે મને. | |||
હાલેલૂયા. |