121: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૨૧ - પ્રભુનું પુનરત્થાન== {| |+૧૨૧ - પ્રભુનું પુનરત્થાન |- | |હરિગીત |- |કર...") |
(No difference)
|
Revision as of 19:51, 29 July 2013
૧૨૧ - પ્રભુનું પુનરત્થાન
હરિગીત | |
કર્તા : | મહીજીભાઈ હીરાલાલ |
૧ | ત્રાતા, જુઓ, જીવતો થયો! આજે પવિત્ર પ્રભાતમાં, |
તે ડંખ કાપી મૃત્યુનો પામ્યો વિજય સહુ વાતમાં; | |
જગ ઊંઘતું પણ ખ્રિસ્ત ઊઠયો, ભોરમાં તજી ઘોરને; | |
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય તને. | |
૨ | વાડી મહીં, ચોકી તળે, મુદ્રિત કબરે દાટિયો, |
જાણે કદી ઊઠશે નહિ, વિશાળ પથ્થર ઢાંકિયો; | |
પણ સૂર્ય શું ખાળ્યો ખળે, ઊઠયો ઈસુ ! દર્શન મધુ ! | |
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય બધું. | |
૩ | લેખો પ્રમાણે પાપ સારુ થંભ પર પોતે મર્યો, |
લેખો પ્રમાણે ઊઠતાં તે વિશ્વનો ત્રાતા ઠર્યો; | |
"કોહવાણ તું જોશે નહિ," એ અગમ સત્ય જ સર્વદા: | |
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય સદા. | |
૪ | ઉત્થાન પ્રભુનું સાંભળી ઘેલાં બધાં ભયથી ચળ્યાં, |
પણ પ્રેમભીનાં નેણથી વા'લાં બધાં પ્રભુને મળ્યાં; | |
આપણ બધા શુભ હ્રદયથી સુમિલાપ પ્રભુનો પામીશું: | |
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય ઈસુ. |