120: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૨૦ - "સંપૂર્ણ થયું"== {| |+૧૨૦ - "સંપૂર્ણ થયું" |- | |હર્ષધ્વજા |- |કર્તા: |મહી...")
(No difference)

Revision as of 18:49, 29 July 2013

૧૨૦ - "સંપૂર્ણ થયું"

૧૨૦ - "સંપૂર્ણ થયું"
હર્ષધ્વજા
કર્તા: મહીજીભાઈ હીરાલાલ
દેવે કર્યો પ્રેમ શો વિશ્વ પરે, કે વિશ્વને પુત્રનું દાન કરે !
પુત્રે કૃપાથી બલિદાન કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું.
દેવે કહ્યું વેણ જે આદમને, ત્રાતા ઈસુ તારશે માનવને;
સમયે પ્રભુએ પૂરું વેણ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું.
આવ્યો ઈસુ વિશ્વમાં દેહ ધરી, ગાળી શુચિ જિંદગી પ્રેમભરી;
ને થંભ વેઠી પરિત્રાણ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું.
થંભે ઈસુએ મહા દુ:ખ સહ્યું, એ દુ:ખનું બ્યાન ના જાય કહ્યું;
પણ એ જ દુ:ખે ખરું સુખ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું.
રે સર્વ લોકો, જયકાર વદો, ફાડી ગયો ભિન્નતાનો પડદો;
ખ્રિસ્તે, જુઓ, થંભથી ઐક્ય કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું.
ઊઠયો ઈસુ ઘોરમાંથી વિજયે, સ્વર્ગે સિધાવ્યો પૂરું કાર્ય થયે;
રે આપણે કાજ સૌ કાર્ય કર્યું, હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું.
આભાર માનો સદા ખ્રિસ્ત ભજી સંપૂર્ણ થાઓ બધાં પાપ તજી;
જે જોઈએ તે ઈસુએ જ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું.