115: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૧૫ – ખ્રિસ્તનું દુ:ખ== {| |+૧૧૫ – ખ્રિસ્તનું દુ:ખ |- |ટેક : |હે પ્રભુ, મારા...")
(No difference)

Revision as of 19:26, 29 July 2013

૧૧૫ – ખ્રિસ્તનું દુ:ખ

૧૧૫ – ખ્રિસ્તનું દુ:ખ
ટેક : હે પ્રભુ, મારા તારણહારા, ભૂલું ન તુજ દુ:ખ, સ્વામી અમારા. હે પ્રભુ.
તેં નિર્દોષ છતાં બહું વેઠયાં, અપરાધી સમ દુ:ખ અમારાં. હે.
પાપ નિવારણ મારું કીધું, બોજ લઈ શિર પેા તેં તારા. હે.
ન્યાયાભૂષણ મુજને દીધું, દૂર કરી અઘ સંધાં અમારાં. હે.
મુજ પાપી પર બહુ ઉપકારો કીધા વિધવિધના તેં સારા. હે.
માટે નિશદિન થઈ હું તારો ગાઈશ ગીત ઉલ્લાસે હું તારાં. હે.