112: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૧૨ - ઈસુ મારે માટે મર્યો== {| |+૧૧૨ - ઈસુ મારે માટે મર્યો |- | |ગઝલ |- |કર્તા :...") |
(No difference)
|
Revision as of 19:18, 29 July 2013
૧૧૨ - ઈસુ મારે માટે મર્યો
ગઝલ | |
કર્તા : | કા. મા. રત્નગ્રહી |
ટેક : | મુજ પાપ શ્રાપ વિદારવા ઈસુ ગયો મરી; |
મહા દંડ સહ્યો અંગમાં તેણે દયા કરી. | |
૧ | દુ:ખો વિચારું તેહનાં ને વેદના બધી; |
વહે છે નીર ચક્ષુથી, ગયો પ્રભુ મરી. મુજ. | |
૨ | પ્યાલો હતો કડવો ઘણો, પ્રભુના કોપનો; |
રે ! પી ગયો તું સર્વ એ, બધો જરેજરી. મુજ. | |
૩ | ગજબ ભારી એ હતો, દીસો છે એ નક્કી; |
પડયો પસીનો રક્તનો, તુજ અંગથી ઝરી. મુજ. | |
૪ | ધિક્કાર તેં સહ્યો ઘણો, ને મારે આકરો; |
સહનતા બહુ દાખવી, બસ મૌન તેં ધરી. મુજ. | |
૫ | ખીલાની તીક્ષ્ણ ધારથી વીંધાયાં તારાં અંગ; |
તુજ ઘાઓથી રુધિરની ધારાઓ નીસરી. મુજ. | |
૬ | જોઈ અનુપમ પ્રેમને, કરું છું તારી પ્રીત; |
ચહું ન પાપો હું કદા હવે, પ્રભુ, ફરી. મુજ. |