109: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૦૯ - ઈસુના મરણનો મર્મ== {| |+૧૦૯ - ઈસુના મરણનો મર્મ |- |ટેક : |અઘહરતા થઈ દુ:...")
(No difference)

Revision as of 22:28, 28 July 2013

૧૦૯ - ઈસુના મરણનો મર્મ

૧૦૯ - ઈસુના મરણનો મર્મ
ટેક : અઘહરતા થઈ દુ:ખ હરે છે, પાપી કાજે ઈસુ મરે છે.
કંટક મુગટ પોતે પહેર્યો, ગૌરવનો તાજ પાપીને દે છે.
તેનાં અંગ ભંજાયાં ઘાથી, એથી પાપીને રૂઝ વળે છે.
રુધિરધારા અંગથી ઝરતી, તે તો પાપીને સ્વચ્છ કરે છે.
અધમ જનોને ન્યાયી બના'વા, પોતે તો ગુનેગાર ઠરે છે.
ખાટું, કડવું તેણે પીધું, પાપીને અમૃતપાન ધરે છે.
લજ્જાકારી મરણ તે પામ્યો, જીવનદાન એ અધમોને દે છે.