107: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૦૭ – ખ્રિસ્તનો વધસ્તંભ: જીવનનો આધાર== {| |+૧૦૭ – ખ્રિસ્તનો વધસ્તંભ: જ...")
(No difference)

Revision as of 23:26, 28 July 2013

૧૦૭ – ખ્રિસ્તનો વધસ્તંભ: જીવનનો આધાર

૧૦૭ – ખ્રિસ્તનો વધસ્તંભ: જીવનનો આધાર
અરર ! કેર આ લોક શો કરે, અમર દેવને થાંભલે જડે;
અગમ શાસ્ત્રનો ભેદ ના કળ્યો, વગર જ્ઞાનથી થાંભલે જડયો.
વધસ્તંભપે વિશ્વનો ધણી લટકતો ખીલે વેદના ઘણી;
સખત માર, ઘા, તાપથી અરે, રુધિર ધાર જો અંગથી ઝરે.
હ્રદય ફાટતું લાગણી બળે, અકથ દુ:જ્ઞે પ્રેમ હ્યાં ભળે;
જગત પાપને દંડ એ ભરે, પતિત તારવા આપથી મરે.
અધમતા ટળે, પાપ સૌ બળે, અમર જિંદગી ખ્રિસ્તમાં મળે;
સમજ જો પડે દિવ્ય પ્રેમની, શરણ લૈ બચો ધન્ય આ ઘડી.