100: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૦૦ - તારણસાધક વધસ્તંભ== {| |+૧૦૦ - તારણસાધક વધસ્તંભ |- |૧ |અરે ! આ સ્તંભની...")
(No difference)

Revision as of 23:09, 28 July 2013

૧૦૦ - તારણસાધક વધસ્તંભ

૧૦૦ - તારણસાધક વધસ્તંભ
અરે ! આ સ્તંભની પાસે, મસીહનાં આ વગોણાં શાં?
નર્યો ધિક્કાર ને નિંદા ! અરિનાં ક્રૂર મે'ણાં શાં?
અરિના ક્રૂર ઠઠ્ઠાની, સખત વરસી રહી ઝડીઓ  !
જીવનના નાથને થંભે, ખીલાની વજૃ સમ કડીઓ !
"બચાવ્યા અન્યને એણે," અરિનું એ કથન સાચું !
છતાં નિજને બચાવ્યો ના, ખરે ! એ પણ તદ્દન સાચું !
બચાવ્યો હોત પોતાને, પ્રભુએ થંભ વિદારી !
બચી ના હોત આ દુનિયા, નરકના દંડથી ભારી !
થયો ના હોત જો દુ:ખી, દરદનો ભોમિયો ત્રાતા !
દરદ ને દુ:ખ દુનિયાનાં, કહો, શી રીતથી જાતાં?
લીધું મૃત્યુ વધાવીને ! જીવન-અમૃત વહાવીને !
ઊઠયો છે ઘોરથી ત્રાતા, અરિ સહુને નમાવીને !