98: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૯૮ - ગેથસેમાને બાગમાંનું હ્રદયદ્રાવક દ્રશ્ય== {| |+૯૮ - ગેથસેમાને બાગ...") |
(No difference)
|
Revision as of 23:02, 28 July 2013
૯૮ - ગેથસેમાને બાગમાંનું હ્રદયદ્રાવક દ્રશ્ય
રાગ : | ભૈરવી |
કર્તા : | આર. કે. પાન્થ |
૧ | આસપાસ ભલી વૃક્ષલતા જ્યાં, ખ્રિસ્ત ગુરુવર ધ્યાન ધરે, |
જેનું મન ઈશ્વરમાં મ્હાલે, જે મનવાંછિત પૂર્ણ કરે; | |
એવા સ્થાન વિશે માનવને, નૌતમ મીઠપ બોધ મળે, | |
વૃથા ગયાં જીવન તે નરનાં, જેનાં હ્રદયો ના પલળે ! | |
૨ | જ્યાં પરિશ્રમથી સ્વેદ રક્તનાં, વહી શ્વે પુલકે પુલકે, |
જ્યાંથી પૂર્ણી પરાક્રમ પામે, સંતો અમી શાં અણખૂટયે; | |
શોણિતની એ ઝરતી ધારે, આશિષવૃષ્ટિ મળે મળે ! | |
વૃથા ગયાં જીવન તે નરનાં, જેનાં હ્રદયો ના પલળે ! | |
૩ | સ્વર્ગભુવનનો રાજ વિધાયક, હ્યાં કંઈ કંઉ ઉર કષ્ટ કરે, |
જેને ના કંઈ ખોટ કશાની, તે દીન મુખે દ્રવે અરે ! | |
અનાદિ, અનંત, અમર, અધિષ્ઠાતા, પરાંગ થઈ પ્રભુતા પરહરે! | |
વૃથા ગયાં જીવન તે નરનાં, જેનાં હ્રદયો ના પલળે ! | |
૪ | "જાગૃત હો ઓ બાન્ધવ મારા ! અ છેલ્લી પળના ત્યજશો," |
"નિદ્રાથી શત્રુદળ સ્હામે, સ્થિર કદાના રહી શકશો;" | |
"દિવ્ય પિતાને સ્મરજો વ્હાલા ! તેનો આશરો પળે પળે," | |
"વૃથા ગુમાવી અણમૂલી પળ, રડશોના જઈ સ્થળે સ્થળે!" |