88: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૮૮ - પ્રભુ ઈસુનો ચરુશાલેમમાં પ્રવેશ== {| |+૮૮ - પ્રભુ ઈસુનો ચરુશાલેમમા...")
(No difference)

Revision as of 19:59, 28 July 2013

૮૮ - પ્રભુ ઈસુનો ચરુશાલેમમાં પ્રવેશ

૮૮ - પ્રભુ ઈસુનો ચરુશાલેમમાં પ્રવેશ
સુંદર સિયોનની સર્વોત્તમ સુંદરી, વરરાજા આવે જો વૈભવ વિસારી;
વછેરે વિરાજી, નમ્ર, વિરાગી, દિવ્ય પ્રેમ પ્રભાવની લગની લગાડી. જય.
ટેક : જય જય ઈસુ રાજાને વધાવો, જય જય સિયોન વરરાજા પધારો;
ખજૂરી ડાળી, જૈતુનની ઝાડી, વૃક્ષની વાડી, લાવો ઉખાડી,
સરકાવી, ફરકાવી, સૌ પુષ્પો ચઢાવો, જય જય ઈસુ રાજાને વધાવો.
રોમન ગરુડ ઊડે શાલેમ નગર પર, આ બાળો પોકારે હોસાના, હોસાના !
દંભી દુર્ભાષણ ! ફિતૂરી ફજેતા ! પાસ્ખાના પર્વમાં શા ઢોંગ ધતિંગા ! જય.
બાળોનાં નૃત્ય ને નાદ સર્વોતમ, ઈસુને અર્પાયાં શું નહિ અત્યુત્તમ !
પથરા પોકારે, જો બાળો ન ગાજે, હોસાના, હોસાના, વિજયી તું થાજે. જય.