86: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૮૬ - મુજને શોધનાર પ્રેમ !== {| |+૮૬ - મુજને શોધનાર પ્રેમ ! |- | |"O the love that sought me" |- |Tune...") |
(No difference)
|
Revision as of 19:55, 28 July 2013
૮૬ - મુજને શોધનાર પ્રેમ !
"O the love that sought me" | |
Tune : | A.H. 562 |
કર્તા : | એ. જે. ગોર્ડન |
અનુ. : | વી. કે. માસ્ટર |
૭,૬,૭,૬,૮,૮ સ્વરો | |
૧ | તેણે રે'મથી શોધ કરી, પાપથી હુંકિત્ર, લાચાર, |
તે લાવ્યો મને ફરી ટોળામાં બીજી વાર, | |
ત્યારે ગાયું દૂતોએ ગાન, જ્યાં લગ ગાજી રહ્યું આસમાન. | |
ટેક: | રે પ્રેમ, મુજને શોધનાર ! રે રક્ત, મુજને તારનાર ! |
રેરે'મ, મુજને લાવનાર ટોળામાંય ! અજબ રે'મ જે લાવનાર ટોળામાંય! | |
૨ | તેણે ધોયા પાપના ઘા રેડી દ્રાક્ષારસ ને તેલ; |
તે બોલ્યો: "તું છે મારો, મેં તને છે શોઘેલ;" | |
સુણેલ નહિ સૂર આવો મધુર, થયું તેથી હર્ષિત મુજ ઉર! | |
૩ | બતાવ્યા ઘા ખીલાના તેણે વેઠેલ મુજ કાજ; |
તેમ જ શિર પર ઠઠ્ઠાથી મૂકેલ જે કંટક તાજ; | |
તાજુબ વાત મુજમાં શું છે ઈષ્ટ કે સે' તે આવું ભારે કષ્ટ ! | |
૪ | હું છું તેની હજૂરમાં, મુખ તેનું બહુ ઉજ્જવળ, |
તેનું ભજન કરતાંમાં, આશિષ પામું પુષ્કળ, | |
લાગો ટૂંકો અનંતકાળ પણ કરવા તેનાં પૂરાં વખાણ. |