85: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૮૫ - "હું ઉત્તમ ઘેટાંપાળક છું"== {| |+૮૫ - "હું ઉત્તમ ઘેટાંપાળક છું" |- | |વિક...") |
(No difference)
|
Revision as of 19:53, 28 July 2013
૮૫ - "હું ઉત્તમ ઘેટાંપાળક છું"
વિક્રાંત | |
(યોહાન ૧૦ : ૧૪) | |
કર્તા : | થોમાભાઈ |
પાથાભાઈ | |
૧ | જોખમમાં મુજ પ્રાણ હતો, બચવા નહિ આશા; |
ચોગમ તો નર ઘાતકની ભયકારક ત્રાસા. | |
બહુ ગભરાટ થયો મુજને, નર ઘાતક ભાળ્યો; | |
રૂપ ભયાનક ઘાતકનું, મુજને ઝટ ઝાલ્યો. | |
૨ | ઘાત કર્યો બહુ લોક તણો, જગમાં બહુ ફાવ્યો; |
દ્વેષક તેમ જ પ્રાણ તણો ભમતો નર આવ્યો. | |
ઉત્તમ પાળક ખ્રિસ્ત મળ્યો, નર ઘાતક નાઠો; | |
તે પળથી મન શાંત થયું, સુણતાં શુભ ઘાંટો. | |
૩ | ઉત્તમ જે ભરવાડ ખરો, નિજ મેષ બચાવે; |
વાઘ, વરુ નહિ નાશ કરે, બહુ હામ ચલાવે. | |
ઉત્તમ જે ભરવાડ ખરો, નિજ મેષ બચાવે; | |
જોખમમાં નિજ પ્રાણ ધરે, નર દુષ્ટ હઠાવે. | |
૪ | ઉત્તમ પાળક ખ્રિસ્ત ખરો, બહુ પ્રેમ ભરેલો; |
જોખમમાં નિજ પ્રાણ ધર્યો, જમ સાથ લડેલો; | |
યુદ્ધ કર્યું પરમાર્થ ધરી, પગ, હાથ વીંધાયા; | |
પ્રેમ અપાર હતો મનમાં, દુ:ખ શિર ઉઠાયાં. | |
૫ | ઘાતકનું શિર ચૂર કરી બળ ભંગ કર્યું છે; |
તો જયકાર કરો સઘળાં, શુભ ત્રાણ થયું છે. | |
ઉત્તમ પાળક ખ્રિસ્ત તણે શરણે સહુ આવો; | |
તો છૂટશો નર ઘાતકથી, સુખ ધામ સિધાવો. |