74: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૭૪ - આનંદી નાતાલ== {| |+૭૪ - આનંદી નાતાલ |- | |૭ સ્વરો |- | |"See in younder manager low" |- |Tune : |Mendelssoh...") |
(No difference)
|
Revision as of 03:25, 28 July 2013
૭૪ - આનંદી નાતાલ
૭ સ્વરો | |
"See in younder manager low" | |
Tune : | Mendelssohn |
ગીત ૬૨ ક | |
Or Humility, | |
અથવા ભીમપલાસ | |
કર્તા : | એડવર્ડ કેસવાઁલ, |
૧૮૧૪-૭૮ | |
અનુ. : | કા. મા. રત્નગ્રાહી |
૧ | જો, આ સુંદર નાનું બાળ, સૂતું ગભાણે આ કાળ; |
પૂરાં હાલ કરાયાં છે વચનો અપાયાં જે. જય. | |
ટેક : | જય આનંદી નાતાલ ! જય પ્રભુના જન્મકાળ ! |
હરખજે યરુશાલેમ ! ખ્રિસ્ત જન્મ્યો બેથલેહેમ ! | |
૨ | પ્રભુ સ્વર્ગનો જે છે રાય, આવ્યો આ ભૂલોકની માંય; |
કેરૂબો મધ્યે રહેનાર, પોઢયો તે ગભાણે ધાર. જય. | |
૩ | બોલો બોલો, હે ઘેટાંપાળ, ઘેટાંની તજી સંભાળ; |
છોડી તેને પહાડી વાટ, શું કે'વા ઈચ્છો છો વાત? જય. | |
૪ | "અમો હતા ઘેટાં પાસ, થયું તેજસ્વી આકાશ; |
'ભૂએ શાંતિ' ગાતાં ગાન, દૂતે દીધી ત્રાતા જાણ." જય. | |
૫ | હે ઈસુ, નિષ્કલંક બાળ, તું તો કેવો છે પ્રેમાળ; |
તજી સૌથી ઊંચું સુખ, નીચે આવ્યો વેઠવા દુ:ખ. જય. | |
૬ | હે પવિત્ર નમ્ર બાળ, પ્રેમી મુખે શિક્ષણ આલ; |
થઈએ અમો તું સમાન, નમ્ર અને પ્રીતિમાન. જય. |