71: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૭૧ - નાતાલનું ગીત== {| |+૭૧ - નાતાલનું ગીત |- | |(મારા પ્રાણપ્રિય ઈસુ - એ રાગ) ...") |
(No difference)
|
Revision as of 02:07, 28 July 2013
૭૧ - નાતાલનું ગીત
(મારા પ્રાણપ્રિય ઈસુ - એ રાગ) | |
કર્તા : | એમ. બી. સત્સંગી |
ટેક : | મારો પ્રિય ઈસુ નાથ, જન્મ્યો પતિતોને માટ, |
પતિતોને માટ ઈસુ, પતિતોને માટ. | |
૧ | સ્વર્ગી સુખ ને મહિમા મૂકી થયો તે બહુ લીન; |
માનવ પાપનિવારણ અર્થે જન્મ્યો નાતાલ દિન. મારો. | |
૨ | પોઢેલો છે ગભાણ માંહે દેવ તણો એ સુત; |
સ્વર્ગી દૂતો ગીતો ગાઓ, મસીહ છે અદ્ભુત. મારો. | |
૩ | માગી લોક ઉમંગે આવ્યા દર્શન કરવા માટ; |
બાળરાયને અર્પણ અર્પી પ્રણમે ભલીભાત. મારો. | |
૪ | પાપ તણો અનુતાપ કરીને વિશ્વાસ રાખો, ભ્રાત; |
ત્રાતા ઈસુ ખ્રિસ્ત ખરેખર તારે માનવ જાત. મારો. | |
૫ | હ્રદયરૂપી અર્પણ આજે માગે ઈસુ નાથ; |
મનની માંહે ગાદી સ્થાપી રહેવા સદા સાથ. મારો. | |
૬ | નાતાલ કેરા શુભ પ્રસંગે ખ્રિસ્તી મિત્રો ઈષ્ટ |
હર્ષિત સાદે સઘળા બોલો, "જય, જય, ઈસુ ખ્રિસ્ત." મારો. |