61: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૬૧ - જયવંતી નાતાલ== {| |+૬૧ - જયવંતી નાતાલ |- | |(ગુણવંતી ગુજરાત - એ રાગે) |- |કર...")
(No difference)

Revision as of 00:29, 28 July 2013

૬૧ - જયવંતી નાતાલ

૬૧ - જયવંતી નાતાલ
(ગુણવંતી ગુજરાત - એ રાગે)
કર્તા : કા.મા.રત્નગ્રાહી
ટેક : જયવંતી નાતાલ, સ્મરું હું જયવંતી નાતાલ;
ખ્રિસ્ત જયંતી કાળ, સ્મરું હું જયવંતી નાતાલ.
ધન ધન દેશ યહુદા તુજને, ધન બેથલેહેમ ગામ;
ધન ધન સીમા ગામ તણી, ત્યાં થઈ રઢિયાળી જામ.સ્મરું.
શ્વેતાંબર પરિધાન કરીને, સ્વર્ગી દૂતો ત્યાંય;
ખ્રિસ્ત જયંતી કેરું રૂડું મંગળ ગાયન ગાય.સ્મરું.
"પરમ ઊંચામાં પ્રભુને મહિમા, શાંતિ પૃથ્વીમાંય":
મધુર સ્વરોનો રણકો આજે જગમાંહે અંભળાય.સ્મરું.
આનંદી શુભ વાર્તા સુણી, ધન ધન ઘેટાંપાળ !
બાળ પ્રભુનાં દર્શન કરવા ધસિયા સૌ તત્કાળ.સ્મરું.
ચકચકતા તારાને તજે આવ્યા માગી ત્યાંય;
વિધ વિધનાં અર્પણ લાવીને લાગ્યા પ્રભુને પાય.સ્મરું.
ચાલો ઘેટાંપાળક સંગે, પ્રભુનાં દર્શન કાજ;
જ્ઞાની સંગે અર્પણ કરીને, તન મન, ધનનું આજ.સ્મરું.