60: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૬૦ - પ્રભુ ઇસુનો જન્મ== {| |+૬૦ - પ્રભુ ઇસુનો જન્મ |- | |૬,૬,૭,૭,૫,૫ |- | |સ્વરો |- | |...")
(No difference)

Revision as of 00:28, 28 July 2013

૬૦ - પ્રભુ ઇસુનો જન્મ

૬૦ - પ્રભુ ઇસુનો જન્મ
૬,૬,૭,૭,૫,૫
સ્વરો
"Silent night ! Holy night"
Tune: Stille Nacht
કર્તા : જોસફ મોર, ૧૭૯૨-૧૮૪૮
અનુ. : ડી. પી. મકવાણા
કેવી શાંત ! નિર્મળ રાત !
નિદ્રાધીન માનવ જાત !
મરિયમ છે કુંવારી માત,
પોઢ્યું છે શિશુ નનજાત,
દિવ્ય શાંતિમાં. (૨)
કેવી શાંત ! નિર્મળ રાત !
જાય તિમિર; અજબ વાત !
ભરવાડ હો, રાજન !"
"હાલેલૂયા હો, રાજન !"
જન્મ્યો ત્રાતા ખ્રિસ્ત. (૨)
કેવી શાંતિ ! નિર્મળ રાતે !
દોરનાર તારા, પ્રકાશ;
જ્ઞાની લોકો રાજને
ભેટ ધરીને ભજે છે;
ઈસુ જન્મ્યો છે. (૨)
કેવી શાંત ! નિર્મળ રાત !
દેવસુતનું મુજ શું શાંત !
મુખ કેવું પવિત્ર રે !
સૂચક ત્રાણ ને પ્રેમનું તે !
રે ખ્રિસ્ત જન્મ્યો છે ! (૨)
કેવી શાંત ! નિર્મળ રાત !
અજબ તારા, પ્રકશ !
દૂતો સંઘ મળીને ગાઓ
"ખ્રિસ્તને હાલેલૂયા થાઓ."
જન્મ્યો ત્રાતા ખ્રિસ્ત ! (૨)