58: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૫૮ સૃષ્ટિજન્ય જ્ઞાન== {| |+૫૮ સૃષ્ટિજન્ય જ્ઞાન |- | |સુબોધ વૃત્ત |- | |"The heavens G...") |
(No difference)
|
Revision as of 00:18, 27 July 2013
૫૮ સૃષ્ટિજન્ય જ્ઞાન
સુબોધ વૃત્ત | |
"The heavens God’s glory do declare" | |
(ગીતશાસ્ત્ર ૧૯ને આધારે) | |
કર્તા : | જે.વી. એસ. ટેલર |
૧ | ચોગમ વાતાવર્ણ્, આસમાની આકાશ, |
ચળક ચળક મંડાણ, જ્યોતિષ્માન પ્રકશ; | |
કર્તાનાં શુભ કર્મ દેખાડે દિન રાત, | |
દિન દિન પર છે કથન, નિશ નિશ પણ શુભ વાત. | |
૨ | શબ્દ પડે નહિ કાન, નહિ નીકળે પણ સાદ, |
નિર્વાચા ગંભીર, તો પણ છે શુભ વાદ; | |
પરમ કવિ તણો રાગ, કર્તાનો આ છંદ, | |
ભંગ વિના છે તાળ, જુઓ આ પદબંધ. | |
૩ | જ્યાં જ્યાં માનવજત, જેને અંતર બુધ; |
ભૂતળને સહુ ઠામ, બોધ લહે પરિશુદ્ધ; | |
મળે ન એવી દેશ, પાસે કે બહુ દૂર, | |
જ્યાં જોતાં કૃત રીત, જ્ઞાન વસે નહિ ઉર. | |
૪ | સૃષ્ટિ વિખે દેખાય, સૂરજ કાજે ધામ, |
પ્રભાતમાં તે વીર દીસે છે નિજ ઠામ; | |
વર હરખે જેમ શુભ કન્યાને કાજ, | |
દીસે જ્યોતિષ્માન, હરકિત તે વરરાજ. |