54: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૫૪ - ઈશ્વર સર્વત્ર છે== {| |+૫૪ - ઈશ્વર સર્વત્ર છે |- | |ઝલણા વૃત્ત |- | |“Among the deep...") |
(No difference)
|
Revision as of 23:54, 26 July 2013
૫૪ - ઈશ્વર સર્વત્ર છે
ઝલણા વૃત્ત | |
“Among the deepest shades of night” | |
અનુ. : | જે.વી. એસ. ટેલર. |
ટેક : | દેવના ધ્યાનથી જ્ઞાન શીખી ઘણું સર્વદા સત્યની સાથ ચાલું. |
૧ | રાતના પહોરના ઘોર અંધારમાં, કોણ જુાએ મને એમ માનું? |
એક જે દેવ છે, તે મને દેખશે, ચક્ષુ તેની સદા શુદ્ધ જાણું.દેવનાં. | |
૨ | દેવ છે સ્વર્ગમાં, વૈભવે શ્રેષ્ઠ છે, પાપને ક્રોધથી એ નિહાળે; |
ભૂતળે કામ જે વિક્શ્વ માટે કરે, પ્રેમદષ્ટિ થકી સર્વ ભાળે.દેવનાં. | |
૩ | જ્યાં નથી દેવે એવે સ્થળે રહેવા, ના મળે શોધતાં એક ઠાણું; |
ક્રોધ તેનો બળે, ચૂકવી તે જવા, ના એ સંભવે એમ જાણું.દેવનાં. | |
૪ | તોય મુક્તિ પ્રભુ પાપથી આપવા, રાહ જુએ નક્કી પૂર્ણ પ્રીતે |
ને કહે, "દોડજે, ખ્રિસ્ત ઈસુ કને, એ ખરો આશરો સર્વ રીતે."દેવનાં. |