50: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૫૦ - ઈશ્વરના પ્રેમનુ પ્રકટીકરણ== {| |+૫૦ - ઈશ્વરના પ્રેમનુ પ્રકટીકરણ |- |...")
(No difference)

Revision as of 23:40, 26 July 2013

૫૦ - ઈશ્વરના પ્રેમનુ પ્રકટીકરણ

૫૦ - ઈશ્વરના પ્રેમનુ પ્રકટીકરણ
શિખરિણી
(રૂમી ૫ : ૫-૧૧)
કર્તા : આલ્બર્ટ કે. કિક્ષ્વિયન
પ્રભો, કૃપા તારી, અધિક દીસતી વિશ્વભરમાં;
દીધો પુત્ર તારો, પ્રથમ જગમાં પ્રેમ કરતાં.
મહા આાત્મા દીધો, નિજ હ્રદયમાં વાસ કરતો;
પ્રભો સાથે જેથી, મિલન કરીને હર્ષ ભરતો.
મરે ન્યાયી કાજે, સુજન દીસતા કોઈક જનો;
અધર્મી કાજે શું, કદિ જ અર્પે પ્રાણ નિજનો?
હતા જ્યારે શત્રુ, અબળ જનનું ત્રાણ કરવા;
ગયો વિશ્વ કાજે, જરૂર સમયે ખ્રિસ્ત મરવા.
બધાં પાપી યારે, જગતભરમાં ન્યાયી ન મળે;
મર્યો ઈસુ ત્યારે, જરૂર જગમાં ન્યાયી ન મળે;
કરે ઈસુ જેથી, પ્રગટ નિજનો પ્રેમ ઉરમાં;
ઠર્યો ન્યાયી રક્તે ખચીત બચીશું કોપ ભરમાં.